ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રાના બ્રહ્મ સમાજની વાડી ખાતે ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ દ્વારા નવા વરાયેલા પ્રમુખ રમેશભાઈ દલવાડીના સન્માન અને પરિચય માટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ નૌશાદભાઈ સોલંકી, દિનેશભાઈ પટેલ, ધીરૂભાઈ પટેલ, સનતભાઇ ડાભી, મનીષભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સભામાં સંબોધન કરતાં વક્તાઓએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે ભાજપ દ્વારા મતદાર યાદીમાં ગોટાળા કરવામાં આવ્યા છે! આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દીપકભાઈ પટેલ, મહેન્દ્રભાઈ, ઈમ્તીયાઝભાઈ સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિ જોવા મળી હતી.


