શ્રી રાણીપાટ વાડી પ્રાથમિક શાળામાં તા. 26 સપ્ટેમ્બર, 2025ના રોજ નવરાત્રી મહોત્સવની આનંદમય ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓ ઉમંગભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત માતાજીના પૂજન તથા આરતીથી કરવામાં આવી હતી. ત્યારબાદ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થયેલા વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસ સાથે ગરબા-રાસમાં ભાગ લીધો હતો. જુદા-જુદા વર્ગોના વિદ્યાર્થીઓએ સંગીતની મીઠી ધૂન પર ઐક્ય, સૌહાર્દ અને સંસ્કૃતિનો સંદેશ આપતો રમ્ય ગરબો રજૂ કર્યો હતો. આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવભાવ તેમજ સામાજિક એકતાની ભાવના વિકસે છે, જે તેમના સર્વાંગી વિકાસ માટે અત્યંત આવશ્યક છે. કાર્યક્રમ દરમિયાન શાળાના સ્ટાફ દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે ગુંદી તથા ગાંઠિયા જેવા પરંપરાગત નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના તમામ શિક્ષકો અને સ્ટાફ સભ્યોનું નોંધપાત્ર યોગદાન રહેલું છે. આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓના આંતરિક ગુણોત્તરને ઉજાગર કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.


