સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનના મો.સા. ચોરીના અનડિટેક્ટ ગુનાઓ સુરેન્દ્રનગર LCB દ્વારા ડિટેક્ટ કરી ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને ચોરી કરેલ ૫ મોટરસાઇકલ અને અન્ય મુદ્દામાલ મળી કુલ 1,85,000 ના મુદ્દામાલ સાથે પકડી પાડી ચોટીલા પોલીસ સ્ટેશનને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) ના માર્ગદર્શન અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.એચ. ઝાલાની આગેવાની હેઠળ એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી.
આથી ટીમે મળેલ ચોક્કસ બાતમીના આધારે ચોટીલાના લાખણકા ગામના સાગરભાઈ રણછોડભાઈ જોગરાજીયા નામના ઈસમને ઝડપી પાડ્યો. પોલીસે તેની પાસેથી ૫ ચોરીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ અને એક મોબાઇલ ફોન મળી કુલ રૂ.1,85,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મોટરસાઇકલો રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ હોવાનું બહાર આવ્યું છે અને ચોરીના ૪ અનડિટેક્ટ ગુનાઓ ઉકેલાયા છે. ત્યારે ઝડપાયેલા આરોપી સાગરભાઈ જોગરાજીયાને મુદ્દામાલ સાથે ચોટીલા પોલીસ સ્ટેશનને કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.
આ સફળ કામગીરીમાં LCB અને પેરોલ ફર્લો સ્કોડના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જેવા કે પ્રવીણભાઈ કોલા, દેવરાજભાઈ જોગરાજીયા, ભૂપતસિંહ રાઠોડ, કુલદીપભાઈ બોરીચા, વજાભાઈ સાનિયા અને મેહુલભાઈ મકવાણનો સમાવેશ થાય છે.



