નવા સમાવિષ્ટ ગામોમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા LED સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટનો પ્રારંભ

0
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં નવા સમાવિષ્ટ પાંચ ગામોના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલના ભાગરૂપે, મહાનગરપાલિકા દ્વારા મૂળચંદ ગામમાં આધુનિક એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટો નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ નાગરિકોને સુરક્ષિત અને સુવિધાજનક વાતાવરણ પૂરૂ પાડવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ, દરેક નવા સમાવિષ્ટ ગામમાં આશરે 150 નવી એલ.ઈ.ડી. લાઈટો લગાવવામાં આવશે. આ લાઈટો રાત્રિના સમયે ગામના રસ્તાઓ અને શેરીઓને પ્રકાશિત કરશે, જેનાથી નાગરિકોની અવરજવર વધુ સલામત બનશે.
આ તકે મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે, મૂળચંદ ગામ પછી બાકીના ચાર ગામોમાં પણ આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી ગામોના માળખાગત વિકાસને વેગ મળશે અને સ્થાનિક લોકોના જીવનધોરણમાં સુધારો થશે. 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top