સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના આશા વર્કરોને ઓછું વેતન સહિત વિવિધ પ્રશ્નો અંગે પોતાનો ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો શહેરના ટાગોર બાગ ખાતે એકત્ર થઈ હતી અને ત્યાંથી કલેક્ટર કચેરી તેમજ જિલ્લા પંચાયત સુધી વિશાળ રેલી યોજી ધરણા કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ રેલી દરમિયાન બહેનોએ પોતાની મુખ્ય માંગણીઓ જેવી કે, ઈન્સેટિવ પ્રથ બંધ કરવી, કાયમી કરી વર્ગ 4માં સમાવેશ કરવો, કામનો સમય બાંધવો, ઓનલાઈન કામગીરીમાં મોબાઇલની જોગવાઈ આપવી, આરોગ્યને લગતી કામગીરી જ આપવી જેનો લેટર ફરજિયાત આપવો. યુનિફોર્મ આઇકાર્ડ આપવા, પેન્જશન યોજનાના તમામ લાભો અકસ્માત વીમાનો લાભ, મેટરનિટિ લીવ જેવી તમામ જોગવાઈ આપવી, મોબાઈલ ન અપાય ત્યાં સુધી ઓનલાઇન કામ સ્થગિત. 5, 6, 7 પગાર પંચ અને સરકારી લાભો આપવા સહિતની માંગો. આ ઉપરાંત, તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ઓનલાઇન કામગીરી સ્થગિત કરશે.
આશાવર્કર બહેનોએ કોરોના જેવી મહામારીમાં પણ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હોવા છતાં સરકાર દ્વારા તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તેઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ રેલી બાદ, આશાવર્કર બહેનોએ માંગણીઓ તાત્કાલિક સ્વીકારવા અપીલ કરી હતી. ત્યારે ઉલ્લેખનીય છેકે જીલ્લામાં ૨ હજાર કરતાં આશા વર્કર બહેનો તેમજ ફેસિલેટર બહેનો કામગીરી કરે છે. આ બહેનો આરોગ્ય અને ધાત્રીમાતાનુ કામ કરતા બહેનોને ૧૮૫૦ વેતન આપવા આવે છે તેમ આશા વર્કર બહેનોએ જાણાવ્યુ હતુ.




