શ્રી સરસ્વતી વિદ્યામંદિર, મુળી દ્વારા આયોજિત પાંચ દિવસીય ગણેશોત્સવ "SSVM કા રાજા" નું ભવ્ય અને ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આસપાસના રહીશોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
ઉત્સવ દરમિયાન, દરરોજ સવારે અને સાંજે ગણપતિ બાપાની આરતી અને થાળનું આયોજન કરવામાં આવતું હતું. ખાસ કરીને, પાંચેય દિવસની રાત્રિએ આરતી બાદ થાળ તેમજ રાસગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર પરિસરમાં ભક્તિ અને આનંદનો માહોલ છવાયો હતો. દરરોજ રાત્રે પ્રસાદ તરીકે નાસ્તાનું પણ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.
ગણેશોત્સવનો પાંચમો અને અંતિમ દિવસ (રવિવાર) વિશેષરૂપે ઉજવવામાં આવ્યો હતો. બપોરે ૩ થી ૬ વાગ્યા દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગણપતિ વિસર્જન શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં શાળા પરિવાર, ત્રિકમપરા વિસ્તારના રહીશો અને મુળી ગામના નાગરિકોએ ઉમંગભેર ભાગ લીધો હતો. શોભાયાત્રા બાદ રાસગરબા અને ભક્તિગીતો સાથે ઉત્સવનું ભાવપૂર્ણ સમાપન થયું હતું. આ સમગ્ર આયોજનમાં શાળાના સંચાલક શ્રી લકીરાજસિંહ તથા TGM ગ્રુપ, મુળી નું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું. 

.jpeg)
