સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ (IPS)ની સૂચનાના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) સુરેન્દ્રનગર દ્વારા સઘન પેટ્રોલિંગ અને કામગીરી હાથ ધરવામાં આવી હતી. LCB પોલીસ ઇન્સ્પેકટર જે.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાની ટીમો દ્વારા ગુનાઓ ડીટેક્ટ કરવા માટે અસરકારક કાર્યવાહી કરવામાં આવી હતી.
પેટ્રોલિંગ દરમિયાન LCB ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે ઉપરથી ચોરી કે છળકપટથી મેળવેલ બે મોટરસાયકલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડવામાં સફળતા મળી છે. પકડાયેલ ત્રણ ઇસમો પાસેથી કુલ 40,000ની કિંમતના બે સ્પ્લેન્ડર મોટરસાયકલ કબજે કરવામાં આવ્યા છે.
આ બનાવમાં પકડાયેલ આરોપીઓ મહેશભાઇ ગણપતભાઇ ઝાપડીયા (રહે, ગામ બોરાણા, તા. લીંબડી, જી. સુરેન્દ્રનગર), દશરથભાઇ ધીરૂભાઇ વસવેલીયા (રહે, બોરાણા, તા. લીંબડી, જી. સુરેન્દ્રનગર), વિક્રમસિંહ નારૂભા ગોહીલ (રહે, વડોદ, તા. વઢવાણ, જી. સુરેન્દ્રનગર) કબજે કરેલા મુદ્દામાલ અને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યા છે.



