ચોટીલા: દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણાનાઓએ મહત્વનો નિર્ણય લેતા ચોટીલા સબ ડીવીઝન હેઠળના ચોટીલા મુળી અને થાનગઢ તાલુકાઓમાં કુલ ૪૦ (ચાલીસ) હંગામી ફટાકડા વેચાણ લાયસન્સ ઇસ્યુ કર્યા છે. લાયસન્સ મેળવનાર વેપારીઓની યાદી જાહેર કરવામાં આવી છે.
ત્યારે વહીવટી તંત્ર તરફથી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે એક્સપ્લોઝીવ રૂલ્સ અને PESO (પેસો)ની માર્ગદર્શિકા મુજબ વગર પરવાનગીએ ફટાકડાનું વેચાણ કરવું કે સ્ટોરેજ કરવું એ ગંભીર ગુન્હો બને છે. તેથી ફટાકડાના વેચાણ અને સંગ્રહ માટે લાયસન્સ મેળવવું ફરજિયાત વગર લાયસન્સે વેચાણ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો ચોટીલા સબ ડીવીઝનના ત્રણેય તાલુકાઓમાં લાયસન્સ વગર ફટાકડાનું સ્ટોરેજ કે વેચાણ કરતા વેપારીઓ/વ્યક્તિઓની તપાસણી કરશે.
નાયબ કલેક્ટરે વેપારીઓને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જે કોઈ વેપારી કે વ્યક્તિ વગર પરવાનગીએ ફટાકડાનું સ્ટોરેજ કે વેચાણ કરતા જણાશે, તો તેમનો તમામ મુદ્દામાલ જપ્ત કરી નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જે વેપારીઓ/વ્યક્તિઓ હજુ પણ હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા ઈચ્છતા હોય, તેઓ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટની કચેરી, ચોટીલા ખાતે દિન ૨ (બે) માં અરજી કરી શકે છે.
હંગામી ફટાકડા લાયસન્સ મેળવનાર વેપારીઓની યાદીમાં
ચોટીલા સબ ડીવીઝનમાં કુલ ૪૦ વેપારીઓને લાયસન્સ અપાયા છે, જેમાં મુખ્યત્વે ચોટીલા, થાનગઢ, મુળી, સરા, આણંદપુર, હિરાસર, વિરપર અને સરલા સહિતના વિસ્તારના રહેવાસીઓનો સમાવેશ થાય છે.


