સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવતાં જિલ્લાભરના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જિલ્લાના મુખ્ય મથક સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ શહેર તથા તાલુકા વિસ્તારમાં બપોર બાદ અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ વરસાદી ઝાપટાં પડ્યા હતા. માત્ર સુરેન્દ્રનગર-વઢવાણ જ નહીં, પરંતુ જિલ્લાના અન્ય મુખ્ય તાલુકાઓ જેવા કે લીમડી, ધાંગધ્રા, અને ચોટીલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યાના સમાચાર મળી રહ્યા છે.
મોસમના આ અણધાર્યા ફેરફારને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિને લઈ ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે.!અચાનક આવેલા આ વરસાદથી ખેતરમાં તૈયાર પાકને નુકસાન થવાની સંભાવના હોવાથી ખેડૂતોને તાત્કાલિક સુરક્ષાત્મક પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.



