પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS), રાજકોટ વિભાગ, રાજકોટની સૂચના મુજબ, રેન્જમાં પેરોલ/ફર્લો/વચગાળાના જામીન પર ફરાર આરોપીઓને પકડવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસખ ડેલ (IPS)ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.ઇન્સ. જે જે જાડેજાના નેતૃત્વમાં પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશના ભાગરૂપે પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એચ.ઝાલા અને તેમની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને સઘન પેટ્રોલિંગ અને તપાસ શરૂ કરી હતી. ત્યારે તા. ૦૩/૧૦/૨૦૨૫ ના રોજ, પો.કોન્સ શક્તિસિંહ જોરૂભા દ્વારા મેળવેલી સચોટ બાતમીના આધારે, વઢવાણ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૫૨૪/૨૦૨૧, ઈ.પી.કો.- ૩૭૯ (ચોરી)ના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી વચગાળાના જામીન પર ફરાર આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. આ ફરાર આરોપી રાકેશભાઈ હમદાભાઈ ઓહરીયા (ઉં.વ. ૨૫, રહે. રખતલા, તા. સેંડવા, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ)ને મહુધા, જી. ખેડા-નડિયાદ ખાતેની પલ સીડ્સ કંપની, રામનગર પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીને પકડી પાડ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરીને તેનો કબજો સુરેન્દ્રનગર સબ જેલને સોંપવામાં આવ્યો છે.
આ કામગીરીમાં પો.ઇન્સ. જે.જે.જાડેજા, પી.એસ.આઇ. આર.એચ.ઝાલા, એચ.સી. મુન્નાભાઈ નાનજીભાઈ, પી.સી. શક્તિસિંહ જોરુભા, પી.સી. કપિલભાઈ ખોડાભાઈ, અને એસ.આઇ.એચ.સી. વિક્રમભાઈ નારાયણભાઈ સહિતની ટીમના કર્મચારીઓ જોડાયા હતા.


