મૂળી તાલુકાના ભવાનીગઢ ગામે છેલ્લા 10 દિવસથી બીમાર અવસ્થામાં મુક્તવિહરતા ગૌમાતા માટે નરેન્દ્ર મોદી વિચાર મંચ, સુરેન્દ્રનગર જિલ્લા શાખાના કાર્યકર્તાઓ દ્વારા સારવારનું કાર્ય હાથ ધરાયું હતું. સ્થાનિક કાર્યકરો દેવાભાઈ ભરવાડ, રમેશભાઈ ઝાલા, તેમજ જિલ્લા અધ્યક્ષ દીપકસિંહ ઝાલાની આગેવાની હેઠળ ગૌમાતાની તાત્કાલિક સારવાર માટે જરૂરી ઔષધિ, ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રી દીપકસિંહ ઝાલાએ જણાવ્યું કે, “અમે લાંબા સમયથી પશુ ડોક્ટર અને એમ્બ્યુલન્સ માટે રજૂઆતો કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી.” તેમણે ઉમેર્યું કે નરેન્દ્ર મોદી વિચાર મંચ ની ટીમ મૂળી તાલુકાના વિવિધ ગામોમાં નિસ્વાર્થ ભાવથી સતત સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતી રહે છે અને આગળ પણ આવા પ્રયાસો ચાલુ રહેશે. આ સેવાકીય કાર્યના માધ્યમથી એકવાર ફરી માનવતાના મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા છે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.


