૨૮/૧૦/૨૦૨૫ ના રોજ નાયબ કલેકટર એચ.ટી.મકવાણા નાઓએ ચોટીલા તાલુકાના દેવસર ગ્રામ પંચાયતની મુલાકાત લઇ તલાટી ક્રમ મંત્રી દેવસર ના સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી. જેમાં મુખ્યત્વે નીચે મુજબના રજીસ્ટરોની ચકાસણી કરવામાં આવી હતી.
આ સામાન્ય દફતર તપાસણીમા ગામ નમુના નંબર ૧ : ખેતીવારી પત્રક, ગામ નમુના નંબર ૮(ક) : શિક્ષણ ઉ૫કર, ગામ નમુના નંબર ૯ રોજમેળ તથા ૫હોંચનું ૫ત્રક, ગામ નમુના નંબર ૧૦ : ચલણ , ગામ નમુના નંબર ૧૪ : જન્મ – મરણ રજીસ્ટર, ગામ નમુના નંબર ૧૪(ડ) : ઢોરોનું રજીસ્ટર, ગામ નમુના નંબર ૧૭ : આવક – જાવક રજીસ્ટર ગામ નમુના નંબર ૧૮ : સરકયુલર ફાઇલ કરવા આવી હતી.
આમ, ગામની જમીન, ગામની વસ્તી, ઢોર, પિયતના પાણીના સાઘનો તથા અવાર નવાર થતા રોગચાળા,૫હોચબુક અંગે વિગેરે માહિતી રાખવામાં આવે છે કે કેમ ? તેમજ તલાટી ક્રમ મંત્રી ગામે નિયમિત જાય છે કે કેમ ? ડાયરી નિયમિત લખે છે કે કેમ? પંચાયતની સઘળી મિલકતની દેખરેખ રાખવામાં આવે છે કે કેમ ? વિગેરે મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી.



