ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને જોતા આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ SEOC, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી; જેમાં મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોષી અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી અમરેલી, પોરબંદર, જુનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ, તાપી જિલ્લા કલેકટર સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રીશ્રીએ વરસાદની આગાહીને જોતાં સંભવિત જોખમ ધરાવતા જિલ્લાના વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું, તેમજ જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા સૂચના આપી હતી.



