ઢાંકી પમ્પિંગ સ્ટેશન ખાતે કલેકટરશ્રી રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન બેઠક યોજાઈ

0
૧૫૦મી સરદાર જયંતિ નિમિત્તે 'એક ભારત, આત્મનિર્ભર ભારત' યુનિટી માર્ચની તૈયારીઓ અંગે ચર્ચા
૦૦૦૦૦
વહીવટી પારદર્શિતા વધારવા નવતર પહેલ: ટૂંક સમયમાં જિલ્લાનું સંકલિત પોર્ટલ કાર્યરત થશે:ચોટીલા ખાતે નિર્મિત ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયની મુલાકાત લેવા અનુરોધ કરતાં કલેકટર
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક ઢાંકી પમ્પિંગ સ્ટેશન, લખતર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં લોકોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા અને વહીવટી પારદર્શિતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાએ કેનાલને લગત પ્રશ્ન રજૂ કર્યો હતો, જેના સંદર્ભે કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને નિયત સમયગાળામાં પ્રશ્નનો ઉકેલ લાવવા માટે તાકીદ કરી હતી.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ વિભાગનાં અધિકારીશ્રીઓ દ્વારા GWSSB, વાસ્મો, GWIL વિભાગની કામગીરી, જિલ્લામાં નેટવર્ક, ફિલ્ટર પ્લાન્ટ, પીવાના પાણીની સુવિધાઓ, પમ્પિંગ સ્ટેશનો, ગટર વ્યવસ્થા અને પાઈપલાઈનની કામગીરી સહિતની મહત્વની વિગતોનો વિસ્તૃત પ્રેઝન્ટેશન સાથે ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. જેણે ઉપસ્થિત સૌને વિભાગની કામગીરીની ઊંડી સમજ આપી હતી.
જિલ્લા કલેકટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલે ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓને દિવાળી પર્વ તેમજ હિન્દુ નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ લોકોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે લોકોની રજુઆતો અને ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવા અને પ્રો એક્ટીવ અભિગમ અપનાવીને કામગીરી કરવા માટે ભારપૂર્વક સૂચના આપી હતી.
વધુમાં, આગામી ૧૫૦મી સરદાર જયંતિ અન્વયે 'એક ભારત, આત્મનિર્ભર ભારત' યુનિટી માર્ચ અંતર્ગત જિલ્લા કક્ષાએ યોજાનારી પદયાત્રા, તે પૂર્વેના વિવિધ કાર્યક્રમો અને વિધાનસભા દીઠ યોજાનારી પદયાત્રા વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે તમામ અધિકારીશ્રીઓ/કમૅચારીશ્રીઓને zoho ઉપર મેઈલ આઈડી તાકીદે બનાવી લેવા માટે પણ સૂચિત કરવામાં આવ્યું હતું.
સમાહર્તાશ્રીએ જિલ્લા વહીવટી તંત્રની કામગીરી વધુ અસરકારક અને પારદર્શક થઈ શકે તે માટે નવતર પહેલરૂપે તમામ કચેરીઓને સાંકળી લેતું જિલ્લાનું એક પોર્ટલ તમામ અધિકારીશ્રીઓ માટે કાર્યરત કરવામાં આવનાર હોવાની જાણકારી આપી હતી. તેમજ દિવાળીના તહેવારોની રજાઓ આવી રહી છે ત્યારે ચોટીલા ખાતે નવનિર્મિત ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયની સર્વેએ અવશ્ય મુલાકાત લેવા તેમજ શાળાના બાળકોને પણ સંગ્રહાલયની મુલાકાત કરાવવા કલેકટરશ્રીએ તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેકટર શ્રી આર. કે. ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર. એમ. જાલંધરા, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, સર્વે મામલતદારશ્રીઓ, સર્વે તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત જિલ્લાનાં સંબધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top