સુરેન્દ્રનગર: લાભ પાંચમના શુભ અને પાવન પર્વે સુરેન્દ્રનગર લોકસભાના લોકલાડીલા સાંસદ ચંદુભાઈ શિહોરાના નવનિર્મિત કાર્યાલયનું 'સમર્પણ'નું જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ રાજકીય આગેવાનો કાર્યકરોની ઉપસ્થિતિમાં શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ અવસરે અનેક રાજકીય આગેવાનો, ધારાસભ્યો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ કાર્યાલયને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે આ કાર્યાલય દ્વારા છેવાડાના અને અંતરિયાળ વિસ્તારના નાગરિકોનું કામ સરળતાથી અને ઝડપથી થાય તેમજ પ્રજાજનોને પૂરતો સહયોગ મળી રહે. સાંસદ ચંદુભાઈ શિહોરાએ 'સમર્પણ' કાર્યાલયના ઉદ્દેશ વિશે જણાવતા કહ્યું કે જનસેવાના આ પવિત્ર કાર્યમાં આ કાર્યાલય એક સેતુ બનીને પ્રજા અને સરકાર વચ્ચેની કડીને વધુ મજબૂત બનાવશે અને જન-પ્રશ્નોના નિરાકરણ માટે કાયમ કાર્યરત રહેશે.




