નાયબ કલેકટરના દરોડા: થાનગઢના રતનપર ટીંબામાંથી રૂ.૨૬.૧૦ લાખનો ગેરકાયદેસર કાર્બોસેલ ખનનનો મુદ્દામાલ જપ્ત

0
થાનગઢ, ૨૯ ઓક્ટોબર, ૨૦૨૫: નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે થાનગઢ તાલુકાના રતનપર ટીંબા વિસ્તારમાં કરેલી આકસ્મિક તપાસણી દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલ (કોલસા) ખનનની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં કુલ રૂ.૩૨,૧૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કી મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યો છે.
અધિકારીઓએ સ્થળ પરથી ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતા ચાર કાર્બોસેલના લાઇન કુવાઓ (ખાડાઓ) ને જપ્ત કર્યા છે. જ્યારે દરોડા દરમિયાન ૪ (ચાર) કાર્બોસેલના લાઇન કુવાઓ (ખાડાઓ) ૨ (બે) ટ્રેકટર ૧ (એક) કમ્પ્રેસર ૧ (એક) જનરેટર, ૧ (એક) ડિઝલ મશીન, ૪૦૦૦ મીટર વીજળીનો કેબલ, ૨૦૦૦ મીટર પાણીની પાઇપલાઇન ૧૦ બકેટ, ૩ ટ્રાન્સફરમર (ઇલેક્ટ્રીક ટી.સી.) સહિતની સામગ્રી કબજે કરવામાં આવી છે.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિના સ્થળે આશરે ૩૫ મજૂરોને રહેવા માટેના કામચલાઉ કુબાઓ બનાવવામાં આવ્યા હતા. આ કુબાઓમાં રહેતા ૫૦ થી ૬૦ મજૂરો ને અધિકારીઓએ આવી જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા માટે સમજાવ્યા હતા. જ્યારે મજૂરોને તે સ્થળેથી સુરક્ષિત રીતે હટાવવાની કામગીરી ચાલી રહી છે. 
વધુમાં વીજળીના કેબલ કેબલ આશરે બે થી ત્રણ કિલોમીટર ચાલી તપાસ કરતા ત્રણ ટ્રાન્સફરમર ( ઇલેક્ટ્રિક ટી. સી.) સંતાડેલ હાલતમાં મળી આવેલ છે જેની કિંમત આશરે ૭,૦૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
નાયબ કલેકટરની ટીમે આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં સંકળાયેલા ઇસમો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. તેમની સામે ગુજરાત ખનિજ (ગેરકાયદે ખનન, પરિવહન અને સંગ્રહ અટકાવવાના નિયમો), ૨૦૧૭) મુજબ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top