સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહીબિશનની બદીને નાબૂદ કરવાના પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂ (IPS)ના નિર્દેશ હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં કાર્યવાહી કરી છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના રાજપરથી કંકાવટી ગામ તરફ જવાના રસ્તેથી LCBએ ગેરકાયદેસર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી પાડી છે. LCBના પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાની ટીમોએ આ કાર્યવાહી કરી હતી.
પો. હેડ કોન્સ. દશરથભાઈ ઘાંઘર અને પો. કોન્સ. પ્રતાપસિંહ રાઠોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી કુલ ૧,૩૨,૦૦૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં દેશી દારૂ: ૨૪૫ લીટર (કિંમત ૪,૯૦૦), આથો: ૩,૦૦૦ લીટર (કિંમત ૭૫,૦૦૦), ગેસના બાટલા નંગ-૨ (કિંમત ૨,૦૦૦), ગેસના ચૂલા નંગ-૨ (કિંમત ૧,૦૦૦), એક ટીનનું બકડીયું તથા એક ડીસ નળી સહિતનો કરાયેલ મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ આ મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ગોપાલભાઇ સવજીભાઇ ઠાકોર (રહે. વાવડી, તા. ધ્રાંગધ્રા), મનસુખભાઇ પ્રભુભાઇ કોળી (રહે. રાજપર, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર)પકડવાના બાકી છે: પોલીસ દ્વારા આ પકડવાના બાકી આરોપીઓને ઝડપી પાડવા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં LCB અને પેરોલ ફર્લો સ્કોડના અધિકારીઓ/કર્મચારીઓ જોડાયા હતા.


