સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક (IPS) પ્રમસુખ ડેલૂની સૂચનાના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર દ્વારા આ કાર્યવાહીના ભાગરૂપે ચોટીલા ટાઉન વિસ્તારમાંથી એક રહેણાક મકાનમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
આ કાર્યવાહીમાં એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ. ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના I/C પોલીસ સબ ઇન્સ. એન.એ.રાયમા સહિતની એલ.સી.બી. અને પેરોલ ફર્લો પોલીસ સ્ટાફની સંયુક્ત ટીમોએ ચોક્કસ બાતમીના આધારે ટીમે ચોટીલાના યોગીનગર વિસ્તારમાં રહેતા કુલરાજભાઇ શાંતુભાઇ માલાના રહેણાક મકાને દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન મકાનમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૧૯૧ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જેની કીમત આશરે ૨,૬૬,૨૦૦ આંકવામાં આવી છે. પોલીસે ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો આ જથ્થો કબજે કરી આરોપી કુલરાજભાઇ શાંતુભાઇ માલા વિરૂધ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ કાયદેસરનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુ છે.
આ કામગીરીમાં એલ.સી.બી.ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સપેકટર જે.જે.જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના I/C પો.સબ.ઇન્સ. એન.એ.રાયમાં, પો.હેડ કોન્સ. અજયવીરસિંહ ઝાલા, પો.હેડ કોન્સ.દેવરાજભાઇ જોગરાજીયા, પો.કોન્સ. વજાભાઇ સાનીયા, પો.કોન્સ.અશ્વિનભાઇ માથુકીયા, પો.કોન્સ.મેહુલભાઈ મકવાણા, પો.કોન્સ.પ્રધ્યુમનસિંહ પરમાર તથા ચોટીલા પોલીસ સ્ટેશનના પો.કોન્સ.મુકેશભાઇ શેખ અને પો.કોન્સ.સંજયભાઇ મેરની સંયુક્ત ટીમે કામગીરી કરી હતી.


