ચેઇન સ્નેચીંગનો નાસતો-ફરતો આરોપી ૫ વર્ષે ઝડપાયો: સુરેન્દ્રનગર SOG ની મોટી સફળતા

0
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસખ ડેલુ (IPS)ના માર્ગદર્શન હેઠળ, સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ચેઇન સ્નેચીંગના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. SOG સ્ટાફના PSI આર.જે.ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે, લીંબડી પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર ૦૨૭૭/૨૦૨૦ (IPC કલમ ૩૭૯(એ)(૩), ૧૧૪) મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી પપ્પુભાઇ કમલભાઇ પટેલ ભાવનગર શહેરમાં હાજર છે.
આથી બાતમીના આધારે SOG ટીમે ભાવનગર જઈ નિલમબાગ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા વિઠલવાડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન આરોપી પપ્પુભાઈ કમલભાઇ પટેલ (ઉ.વ.૩૪, ધંધો મજુરી) મળી આવ્યો હતો. પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે તે છેલ્લા પાંચ વર્ષથી ઉપરોક્ત ગુનામાં નાસતો-ફરતો હતો.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ ઘણો લાંબો છે, જેમાં બોરતળાવ, શિહોર, અને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ (૩૦૭), લૂંટ (૩૯૨), ફરજમાં રૂકાવટ (૩૩૩, ૩૩૨) સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
SOG ટીમે આરોપીને કાયદેસરની અટકાયત કરી વધુ તપાસ અને કાર્યવાહી માટે લીંબડી પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે. આ કામગીરીમાં PI બી.એચ.શીંગરખીયા, PSI એન.એ.રાયમા, PSI આર.જે.ગોહિલ સહિતના સ્ટાફના HC: અમરકુમાર કનુભા ગઢવી, PC કુલદીપસિંહ સામંતસિંહ ગોહિલ, અનિરૂધ્ધસિંહ ભરતસિંહ, મીતભાઇ દિલીપભાઇ મુંજપરા, નિતીનભાઇ હરેશભાઇ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top