જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)
સુરેન્દ્રનગર જિલ્લામાં ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરતા માથાભારે ઇસમો વિરૂધ્ધ જિલ્લા પોલીસે સખ્ત કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા એમ.ઓ.બી. શાખા દ્વારા કુલ-૧૩ માથાભારે ઇસમોના હિસ્ટ્રીશીટ ખોલવામાં આવ્યા છે. આ ઇસમો મુખ્યત્વે શરીર સંબંધી, મિલકત સંબંધી ગુન્હાઓ બળજબરીથી કઢાવવું , વ્યાજખોરી અને ગેરકાયદેસર ખનન જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે.એસ.પી.ડેલૂના આદેશ અનુસાર સંબંધિત પોલીસ સ્ટેશનો (સુરેન્દ્રનગર સીટી એ ડિવિ, સીટી બી ડિવિ, મૂળી, અને સાયલા) દ્વારા આ માથાભારે તત્વોની જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી હતી. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય આવા ઇસમોની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને ગુન્હાખોરી પર નિયંત્રણ લાવવાનો છે.
હિસ્ટ્રીશીટ ખોલવામાં આવેલા ૧૩ ઇસમોની યાદીમાં...
૧.રવિભાઇ રાજુભાઇ ઝીઝુવાડીયા, પોપટપરા, સુરેન્દ્રનગર, મિલકત/શરીર સંબંધી ૨. રૂષીરાજસિંહ ઉર્ફે રૂષી જીતેન્દ્રસિંહ પરમાર નવા ૮૦ ફુટ રોડ, સુરેન્દ્રનગર મિલકત/શરીર સંબંધી, ૩.હિતેષભાઇ મયાભાઇ ગમારા કુંભારપરા, સુરેન્દ્રનગર, મિલકત/શરીર સંબંધી ૪.રામાભાઇ વિરમભાઇ ભરવાડ સરા, તા. મુળી મિલકત/ખનન ૫. લખમણભાઇ ઉર્ફે બકાભાઇ ચોથાભાઈ બાંભવા વગડીયા, તા. મુળી મિલકત/ખનન ૬. શિવરાજસિંહ ઉર્ફે શીવો રાજેન્દ્રસિંહ પરમાર ગઢાદ, તા. મુળી મિલકત/ખનન ૭. ગોપાલભાઇ રામાભાઇ ભરવાડ સરા, તા. મુળી મિલકત/ખનન ૮. નરેન્દ્રસિંહ જુવાનસિંહ પરમાર શેખપર, તા. મુળી મિલકત/ખનન ૯.બળવંતસિંહ ઉર્ફે બળુભા જીલુભા ઝાલા નાડથી, તા. મુળી મિલકત/ખનન ૧૦. મયુરભાઇ તુલશીભાઇ મકવાણા સરા, તા. મુળી મિલકત/ખનન ૧૧. ઉદય દાદભાઈ કરપડા કળમાદ, તા. મુળી મિલકત/ખનન ૧૨. દેવેન્દ્રભાઇ ઉર્ફે ડેન્ડ ભરતભાઈ બોરીચા સુદામડા, તા. સાયલા મિલકત/શરીર સંબંધી ૧૩. દશરથસિંહ ઉર્ફે દશુ ચંદુભા ઝાલા સુદામડા, તા. સાયલા મિલકત/શરીર સંબંધી.



