(મૃતક:વિપુલ)
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામમાં એક યુવકની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૃતક યુવકનું નામ મુલાડીયા વિપુલભાઈ વજાભાઈ (ઉંમર 28 વર્ષ) છે.
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામમાં એક યુવકની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૃતક યુવકનું નામ મુલાડીયા વિપુલભાઈ વજાભાઈ (ઉંમર 28 વર્ષ) છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ રાજગઢ ગામના જ બે યુવકો વચ્ચે અગાઉ કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ કેટલાક અજાણ્યા શખ્સોએ રામદેવપુર ગામની સીમમાં વિપુલ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ વિપુલભાઈ પર આશરે ત્રણથી ચાર જેટલા છરીના ઘા ઝીંકીને તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા અને બાદમાં ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ મૃતક યુવકના પરિવારજનોને થતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમ, ડીવાયએસપી અને પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આથી પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉના ઝઘડાના મનદુઃખમાં થયેલી આ હત્યાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.