ગુજરાત સરકારની ખેડૂત હિતલક્ષી જાહેરાત, તુવેરની ટેકાના ભાવે ખરીદીનું આયોજન:રૂ.૮,૦૦૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે રાજ્યમાં તુવેરની ખરીદીનો મહત્વનો નિર્ણય

0
૧૫ ડિસેમ્બર ૨૦૨૫થી નોંધણી શરૂ, મફત ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા
રાજ્યના ખેડૂતોને તેમના પાકોનો ન્યાયી અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ગુજરાત સરકાર સતત પ્રતિબદ્ધ છે. આ જ હેતુને ધ્યાનમાં રાખીને, કૃષિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે તુવેર પાકની ટેકાના ભાવે ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારે વર્ષ ૨૦૨૫-૨૬ માટે તુવેરનો ટેકાનો ભાવ રૂ. ૮,૦૦૦/- પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે. જો બજારભાવ આ ટેકાના ભાવથી નીચો જાય તો, કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PM-AASHA) યોજના અંતર્ગત Price Support Scheme (PSS) હેઠળ રાજ્યમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં તુવેર ઉત્પાદક ખેડૂતો માટે તા. ૧૫-૧૨-૨૦૨૫ થી તા. ૧૪-૦૧-૨૦૨૬ (૩૦ દિવસ) સુધી ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE (Village Computer Entrepreneur) મારફતે વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવી શકાશે. આ નોંધણી NAFEDના ઈ-સમૃદ્ધિ પોર્ટલ (https://esamridhi.nafed.in) પર કરવામાં આવશે.
રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણયથી લાખો તુવેર પકવતા ખેડૂતોને સીધો લાભ મળશે અને તેમની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત થશે. તુવેરના ખેડૂત ભાઈઓ આ તકનો મહત્તમ લાભ લે તેવો અનુરોધ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા કરવામાં આવ્યો છે.
૦૦૦૦૦
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top