સુરેન્દ્રનગર,રાજકોટ રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ (IPS) અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) પ્રેમસુખ ડેલૂ (IPS)ના કડક આદેશોને પગલે એલ.સી.બી.ના પી.આઇ. જે.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખાસ મુહિમ હાથ ધરવામાં આવી હતી.
આ મુહિમ અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઇ. એન.એ.રાયમા અને તેમની ટીમે હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સિસનો અસરકારક ઉપયોગ કરીને મહત્વની સફળતા મેળવી છે. તા. ૦૩/૧૨/૨૦૨૫ના રોજ પો.હેડ.કોન્સ. દેવરાજભાઇ મગનભાઇને મળેલી સચોટ બાતમીના આધારે, ધજાળા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૨૨૦/૨૦૨૫, જેમાં બળજબરીથી કઢાવી લેવા (BNS કલમ-૩૦૮(૩), ૩૫૧(૨), ૩પર, ૩૫૪) અને ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ કલમ-૪૦/૪૨ હેઠળના ગુનાનો સમાવેશ થાય છે, તેમાં છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. ઝડપાયેલ આરોપીમા અમીતભાઇ વશરામભાઇ પરમારરહે.સાયલા વણકરવાસ, તા-સાયલા, જી-સુરેન્દ્રનગરઆરોપી અમીતભાઇ વશરામભાઇ પરમારને આટકોટ બાબરા સર્કલ પાસેથી હસ્તગત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેને વધુ તપાસ માટે ધજાળા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આ સફળ કામગીરીમાં પી.આઇ. જે.જે.જાડેજા, પી.એસ.આઇ. એન.એ.રાયમા, પી.એસ.આઇ. શ્રી જે.વાય પઠાણ અને હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઇ મગનભાઇ સહિતની ટીમે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.


