ધ્રાંગધ્રામાં SIR ની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ત્રણ BLO ને સન્માનિત કરાયા

0
રાજ્યભરમાં મતદાર સુધારણા કાર્યક્રમ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદાર યાદીમાં સુધારો કરીને તેને વધુ સચોટ અને વ્યાપક બનાવવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત, મતદાર યાદી સુધારણાની કામગીરીમાં શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બૂથ લેવલ ઓફિસરને વહીવટી તંત્ર દ્વારા પ્રોત્સાહિત કરીને સન્માનિત કરવામાં આવે છે.
આ સંદર્ભે, ધ્રાંગધ્રા ખાતે મતદાર સુધારણા કાર્યક્રમમાં ૧૦૦ ટકા ઉત્કૃષ્ટ કામગીરી કરીને મહત્વનો ફાળો આપનાર ત્રણ બૂથ લેવલ ઓફિસર્સને સન્માનપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રાના પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય અને મામલતદારશ્રી દ્વારા શ્રી ધાર્મિકભાઈ પટેલ - ભાગ નં. ૯૭, હરીપર – ૨, શ્રી કિરીટકુમાર પરમાર - ભાગ નંબર- ૯, નરાળી – ૩, શ્રી સંજયભાઈ ગોહેલ - ભાગ નં. ૧૨૧, બાવળી આ ત્રણેય BLO ને તેમની નોંધપાત્ર કામગીરી બદલ સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.
આ ત્રણેય BLO અધિકારીઓએ મતદાર સુધારણા કાર્યક્રમ -SIR માં ૧૦૦% લક્ષ્ય સિદ્ધ કરીને ઉદાહરણરૂપ કામગીરી કરી છે. વહીવટી તંત્ર દ્વારા આ સન્માનિત BLO ને અભિનંદન પાઠવીને તેમના દ્વારા થયેલી આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top