સુરેન્દ્રનગર LCB પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેકટર જે.વાય.પઠાણ, અને પેરોલ ફર્લો સ્કોડના I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એન.એ.રાયમા ના નેતૃત્વ હેઠળ LCB અને પેરોલ ફર્લો સ્કોડની સંયુક્ત ટીમો દ્વારા જિલ્લામાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું.
પેટ્રોલિંગ દરમિયાન, એ.એસ.આઇ. અસલમખાન મલેક તથા પો.કોન્સ. સંજયભાઈ પાઠકને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારના જરવલા ગામથી પાટડી ગામ તરફ જવાના કાચા રસ્તે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબ નીકુલભાઇ ઘનશ્યામભાઇ પાટડીયા (રહે. જરવલા, તા. પાટડી) નામના ઈસમને ગેરકાયદેસર રીતે રાખેલી એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝલલોડ બંદુક (અંદાજિત કિંમત રૂા. ૨,૦૦૦/-) સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપી વિરુદ્ધ બજાણા પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. LCBની આ કામગીરીથી જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


