સુરેન્દ્રનગર LCBએ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારના નાવા ગામે થયેલી મંદિર ચોરી તેમજ રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે થયેલ મોટર સાયકલ (સ્કૂટર) ચોરી એમ બે અલગ-અલગ ચોરીના અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચના અનુસાર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા માટે LCB પોલીસ ઇન્સ્પેકટર જે.જે. જાડેજાને અસરકારક કામગીરી કરવા આદેશ અપાયો હતો.
આથી સૂચનાના પગલે LCB પોલીસ ઇન્સ્પેકટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેકટર જે.વાય પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એ. રાયમાની ટીમોએ સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા. આ દરમિયાન, પો. હેડ કોન્સ. મન્નાભાઈ રાઠોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે, એક ઇસમને ચોરી કરેલા દાગીના અને એક એક્સેસ સ્કૂટર સહિત કુલ રૂ.૮૫,૮૦૦ના મુદ્દામાલ સાથે ઇસમ જયંતિભાઇ ઉર્ફે જેઠો ઈશ્વરભાઈ પારઘી (રહે. થાનગઢ, આંબેડકરનગર) વોન્ટેડ ઇસમ અશોકભાઇ ઉર્ફ બીછુ હમીરભાઇ ખાવડુ (રહે. થાનગઢ મફતીયા પરા) પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલો ચાંદીના નાના-મોટા છત્તર (૨૫ નંગ): આશરે કી.રૂ. ૯,૦૦૦, ધાતુનું માતાજીનું ત્રિશૂળ (૧ નંગ): આશરે કી.રૂ. ૫૦૦, નંગવાળું ધાતુનું છત્તર (૧ નંગ): આશરે કી.રૂ. ૩૦૦, ધાતુના હાથી (૧ નંગ): આશરે કી.રૂ. ૧,૦૦૦, વાદળી કલરનું એક્સેસ સ્કૂટર (૧ નંગ): કી.રૂ. ૭૫,૦૦૦ કુલ મુદ્દામાલ: કી.રૂ. ૮૫,૮૦૦ મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જયારે પકડાયેલા આરોપી અને મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યા છે.
પોલીસે ચોટીલા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૧૦૦ ૯૨૫૦૯૫૪ /૨૦૨૫ (બી.એન.એસ. કલમ-૩૦૫ (ક), ૩૩૧(૪) મુજબ) તેમજ રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૯૯૪૦૧૧૨૫૦૧૫૪/૨૦૨૫ (બી.એન.એસ કલમ-૩૦૩ મુજબ) થયેલા ગુનાઓ ડીટેક્ટ કરેલ.




