જીલ્લા કક્ષાની વોકેશનલ સ્કીલ કોમ્પિટિશન ૨૦૨૫-૨૬ સી.યુ. શાહ ઇંગ્લીશ હાઈસ્કૂલ ખાતે યોજાઈ

0
જિલ્લાની કુલ ૬૧ શાળાઓના આશરે ૩૦૦ વિદ્યાર્થીઓ અને ૬૧ વોકેશનલ ટ્રેનરશ્રીઓ સ્પર્ધામાં ઉત્સાહભેર થયા સહભાગી:પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર શાળા હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં અમદાવાદ ખાતે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે
સુરેન્દ્રનગર જિલ્લાની ૬૨ સરકારી અને અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે હાલમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત વોકેશનલ એજ્યુકેશન કાર્યરત છે. સમગ્ર શિક્ષા, સુરેન્દ્રનગર અને બી.આર.સી. ભવન, વઢવાણ દ્વારા તાજેતરમાં સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાની સ્કીલ કોમ્પિટિશન ૨૦૨૫-૨૬ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં વોકેશનલ સ્કીલ્સ પ્રત્યે રસ, રુચિ અને વલણના વિકાસને પ્રોત્સાહન આપવા માટે શાળા કક્ષાએ સ્કીલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. 
આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં જિલ્લાની કુલ ૬૧ શાળાઓના આશરે ૩૦૦ વિદ્યાર્થીઓ અને ૬૧ વોકેશનલ ટ્રેનરશ્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વોકેશનલ ટ્રેડ અંતર્ગત વિવિધ ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. આ પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવા માટે આઇ.ટી.આઇ.ના નિષ્ણાંતશ્રી ઋષભભાઇ શાહ અને જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલરશ્રી વૈશાલીબેન પરાલીયાએ નિર્ણાયકશ્રી તરીકેની મહત્વની કામગીરી નિભાવી હતી અને પરિણામ જાહેર કર્યું હતું.
સ્પર્ધાના પરિણામ અનુસાર, શ્રી સી.યુ. શાહ હાઈસ્કૂલ, વઢવાણ એ IT & ITES ટ્રેડમાં 'Digital India' પ્રોજેક્ટ રજૂ કરીને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. દ્વિતીય નંબર શ્રી સરકારી માધ્યમિક શાળા, કટારિયા ને Agriculture ટ્રેડમાં 'Vertical Farming' પ્રોજેક્ટ માટે મળ્યો છે, જ્યારે શ્રી વી.બી. ઉત્તરબુનિયાદી વિદ્યાલય, ડોળીયા એ Apparel ટ્રેડમાં 'Art Gallary' પ્રોજેક્ટ રજૂ કરીને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે. જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર શાળા હવે રાજ્ય કક્ષાની સ્કીલ કોમ્પીટીશન ૨૦૨૫-૨૬ માં અમદાવાદ ખાતે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
સ્પર્ધાના પરિણામ અનુસાર, (૧) શ્રી સી.યુ. શાહ હાઈસ્કૂલ, મૂળચંદ રોડ, વઢવાણ એ IT & ITES ટ્રેડમાં Digital India પ્રોજેક્ટ રજૂ કરીને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. (૨) શ્રી સરકારી માધ્યમિક શાળા, કટારિયા એ Agriculture ટ્રેડમાં Vertical Farming પ્રોજેક્ટ રજૂ કરી દ્વિતીય નંબર મેળવ્યો છે, અને (૩) શ્રી વી.બી. ઉત્તરબુનિયાદી વિદ્યાલય, ડોળીયા એ Apparel ટ્રેડમાં Art Gallary પ્રોજેક્ટ રજૂ કરીને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે. જિલ્લા કક્ષાએ વિજેતા બનેલ તમામ શાળાઓ અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર શાળા હવે રાજ્ય કક્ષાની સ્કીલ કોમ્પીટીશન ૨૦૨૫-૨૬ માં અમદાવાદ ખાતે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા જશે.
આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એ. એમ. ઓઝાના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષાના જિલ્લા સેકન્ડરી કો-ઓર્ડિનેટરશ્રી મનનભાઇ બારોટ અને બી.આર.સી. કો-ઓર્ડિનેટરશ્રી નરેશભાઇ બદ્રેશિયા અને તેમની ટીમ દ્વારા ખૂબ જહેમત ઉઠાવીને સફળ બનાવવામાં આવ્યો હતો.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top