સુરેન્દ્રનગરના ઔદ્યોગિક વિકાસને નવી પાંખો, 'ડિસ્ટ્રિક્ટ લેવલ વાઇબ્રન્ટ સમિટ'માં રૂ. ૮૩૪ કરોડના ૩૦ MOU સંપન્ન

0
વડાપ્રધાનના ‘ફાર્મ ટુ ફેશન’ વિઝનને સાકાર કરવા મા ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડના રૂ. ૧૧૦ કરોડના MOU:૧૭,૦૦૦થી વધુ ખેડૂતોના ઉત્કર્ષ સાથે રોજગારીની નવી તકો સર્જાશે*
**************
૯૦% ઉત્પાદનની નિકાસ અને ગ્રીન એનર્જીના ઉપયોગ સાથે સુરેન્દ્રનગર ટેક્સટાઇલ ક્ષેત્રે હબ બનવા તરફ અગ્રેસર
*************
વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે, રાજકોટ ખાતે યોજાનાર રીજનલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ રૂપે આજે સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ‘ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે ૩૦ જેટલા અગ્રણી ઔદ્યોગિક એકમો સાથે કુલ રૂ. ૮૩૪ કરોડના મહત્વકાંક્ષી સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે ‘મા ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડ’ના શ્રી બાબુભાઈએ રૂ.૧૧૦ કરોડના MOU કર્યા બાદ ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ફાર્મ ટુ ફેશન’ (F-to-F) વિઝનને આ રોકાણો દ્વારા સાચા અર્થમાં વેગ મળશે. વધુના તેમણે ઉમેર્યું હતું કે, અમારી કંપની સાથે હાલ ૧૭,૦૦૦ થી વધુ ખેડૂતો સીધી રીતે જોડાયેલા છે. નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમારી કંપનીએ એમની સાથે બે Mou કર્યા હતા. જેના થકી અમે જિનિંગ, સ્પિનિંગ, યાર્ન ઉત્પાદન અને નીટિંગમાં સફળતા મેળવી છે. આજે અમે નવા mou દ્વારા ફેબ્રિક ડાઈંગ, પ્રોસેસિંગ અને પ્રિન્ટિંગ ક્ષેત્રે નવું રોકાણ કરી રહ્યા છીએ.

આ નૂતન રોકાણોથી સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકોનું સર્જન થશે. વિશેષમાં, આ એકમો દ્વારા ઉત્પાદિત થતો અંદાજે ૯૦% માલ વિદેશમાં નિકાસ (Export) કરવામાં આવશે, જે દેશના અર્થતંત્રને મજબૂતી આપશે. પર્યાવરણની જાળવણીને પ્રાધાન્ય આપતા, આ તમામ પ્રોજેક્ટ્સ સોલાર સિસ્ટમ અને હાઇબ્રિડ વિન્ડ મિલ જેવા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો દ્વારા કાર્યરત થશે. આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લો રાજ્યના ટેક્સટાઇલ અને ઉત્પાદન ક્ષેત્રના મુખ્ય હબ તરીકે ઉભરી આવશે તેવી મક્કમ આશા ઉદ્યોગ જગત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top