સુરેન્દ્રનગર: જિલ્લાના આરોગ્ય ક્ષેત્રમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઈ છે. સવા આયુષ હોસ્પિટલ સમગ્ર જિલ્લાની પ્રથમ અને એકમાત્ર હોસ્પિટલ બની છે જેને પ્રતિષ્ઠિત NABH (નેશનલ અક્રીડિટેશન બોર્ડ ફોર હૉસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર્સ) ની માન્યતા પ્રાપ્ત થઈ છે. આ માન્યતા હોસ્પિટલની સારવારની ગુણવત્તા, દર્દી સુરક્ષા અને વ્યાવસાયિક પ્રતિબદ્ધતાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરાવો ગણાય છે.
NABH માન્યતા એટલે શું?
NABH એ આરોગ્યસેવાનો સર્વોચ્ચ ગુણવત્તા ધોરણ છે. જે હોસ્પિટલના 600થી વધુ ગુણવત્તા અને સલામતી આધારિત માપદંડો પર સખત મૂલ્યાંકન કરે છે. સવા આયુષ હોસ્પિટલે દર્દી સલામતી, ક્લિનિકલ પ્રોટોકોલ, ઇન્ફેક્શન કન્ટ્રોલ, સ્ટાફની કુશળતા, ઈમરજન્સી મેનેજમેન્ટ અને પારદર્શિતા જેવા દરેક તત્ત્વમાં શ્રેષ્ઠતા સાબિત કરી છે. હવે OPD થી લઈને ICU સુધીની દરેક સેવા આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર પૂરી પાડવામાં આવશે.
હોસ્પિટલની આધુનિક સુવિધાઓ અને નિષ્ણાતોની ટીમ
સવા આયુષ હોસ્પિટલ ૧૨૦ બેડની મલ્ટિસ્પેશિયાલિટી સુવિધાઓ ધરાવે છે, જેમાં ૩૦ બેડની ICU / SICU / CCU અને ૭ બેડની NICU / PICU નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અહીં ૨૪×૭ ઇમરજન્સી અને ટ્રોમા સેવાઓ, ૭ મોડ્યુલર ઓપરેશન થિયેટર્સ, CT સ્કેન, ડિજિટલ એક્સ-રે અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્ટેરિલાઈઝેશન સિસ્ટમ (CSSD) પણ ઉપલબ્ધ છે.
હોસ્પિટલ ખાતે ૧૫+ ફુલ-ટાઈમ નિષ્ણાતોની ટીમ ઉપલબ્ધ છે...
જે ન્યુરો સર્જરી, યુરો સર્જરી, જોઇન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ મેડિસિન, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક્સ, ગાયનેકોલોજી અને ક્રિટિકલ કેર જેવા મુખ્ય વિભાગોમાં સેવાઓ પૂરી પાડે છે.
ડૉ. સંકેત મકવાણા (મૅનેજિંગ ડાયરેક્ટર) એ જણાવ્યું હતું કે, "સુરેન્દ્રનગરના લોકોને ઘરે નજીક વિશ્વસ્તરીય આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવી અમારો ધ્યેય છે. NABH માન્યતા અમારી જવાબદારીને વધુ મજબૂત બનાવે છે, અને દર્દીઓનો વિશ્વાસ અમને સતત ઉત્તમ સેવા આપવા પ્રેરિત કરે છે."
આ સિદ્ધિથી સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને મોટો લાભ થશે. હવે ગંભીર બીમારીઓ કે ક્રિટિકલ કેર માટે મોટા શહેરોમાં જવાની જરૂરિયાત ઘટશે, કારણ કે જિલ્લામાં જ સુપરસ્પેશિયાલિટી અને ક્રિટિકલ કેરની સેવાઓ ઝડપી, સલામત અને ધોરણબદ્ધ રીતે ઉપલબ્ધ થશે, જેનાથી સમગ્ર જિલ્લામાં આરોગ્યસેવાનો સ્તર ઉંચો આવશે તેમ હોસ્પિટલની એક અખબારી યાદીમાં જણાવાયું છે.




