સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક પોલીસની કામગીરી ધ્યાને લઇને રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવે કડક કાર્યવાહી કરી છે. રેન્જ આઈજીએ સુરેન્દ્રનગર LCBના પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે.જાડેજાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આટલું જ નહીં તેમણે આખી LCB ટીમનું પણ વિસર્જન કરી નાખતા પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં(SMC)સ્ટેટ મોનિટરીંગ ત્રણ સ્થળોએ રેડ કરી હતી, જેમાં નાની મોલડી, ઝાંખણ ગામની સીમમાં તેમજ ચોટીલા બળદેવ હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂ સાથેના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતું. અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. એક જ સપ્તાહમાં SMCની મોટી રેડ પાડતા દારૂબંધીના કડક અમલીકરણમાં LCBની નિષ્ક્રિયતા જોવા મળી હોવાનું જણાવી રહ્યા છે.
ત્યારે રેન્જ આઈજી અશોકકુમાર યાદવની આ કાર્યવાહીથી માત્ર સુરેન્દ્રનગર જ નહીં, પરંતુ સમગ્ર રાજકોટ રેન્જના પોલીસ વિભાગમાં સોપો પડી ગયો છે. આ કાર્યવાહી સ્પષ્ટ સંકેત આપે છે કે ગુનાખોરી ડામવામાં નિષ્ફળ રહેતા કે ફરજમાં બેદરકારી દાખવતા કોઈપણ અધિકારીને છોડવામાં આવશે નહીં. આગામી દિવસોમાં LCB માં નવા અધિકારીઓ અને સ્ટાફની નિમણૂક કરવામાં આવશે તેવી શક્યતાઓ છે.!

.jpeg)

