સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. "સ્વચ્છ સુરેન્દ્રનગર, સ્વસ્થ સુરેન્દ્રનગર"ના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ટાવરથી હેન્ડલ વિસ્તારના વેપારીઓ અને રહેવાસીઓને ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કર્યા હતા અને સ્વચ્છતા જાળવવા માટે પ્રેરણાત્મક સમજણ આપી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ડોર-ટુ-ડોર કચરા એકત્રીકરણની ગાડીમાં જ કચરો નાખવા અને જાહેર સ્થળોએ ગંદકી ન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. કમિશનરશ્રીએ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોમાં નાગરિકોનો સહકાર મેળવવા માટે અપીલ કરી હતી.
.
આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજીને સ્વચ્છતા અંગેની જાગૃતિ સતત ચાલુ રાખવામાં આવશે તેમ કમિશનરશ્રીએ જણાવ્યું હતું. આ પહેલથી શહેરમાં સામૂહિક જવાબદારીની ભાવના જાગૃત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.



