સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહી-જુગારની બદીને નાબૂદ કરવા માટે સુરેન્દ્રનગર જીલ્લાનાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ડૉ.ગીરીશ પંડયા (IPS)ની સૂચના મુજબ, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા, પોલીસ સબ.ઇન્સ.શ્રી જે.વાય પઠાણ, અને પેરોલ ફર્લો સ્કોડ સુરેન્દ્રનગરના પોલીસ સબ ઇન્સ.આર.એચ.ઝાલાની ટીમે એક ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ ઓપરેશન દરમિયાન, પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારના ગરાંભડી ગામમાં એક પ્રોહી-બુટલેગરના પડતર મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં, ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી ૧૫૭૦ બોટલો, જેની કિંમત રૂ. ૮,૪૧,૦૦૦ છે, અને ૮૬૪ બિયર ટીન, જેની કિંમત રૂ. ૨,૦૮,૦૮૦/- છે, મળી કુલ રૂ. ૧૦,૪૯,૦૮૦નો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ મામલે પોલીસે આરોપી રામજીભાઈ વિભાભાઈ સરવૈયા, રહે. ગરાંભડી, તા.સાયલા, જી.સુરેન્દ્રનગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી કરનાર ટીમમાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર જે.જે.જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય.પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સ.શ્રી આર.એચ.ઝાલા અને અન્ય સ્ટાફના સભ્યો પ્રવિણભાઈ કોલા, વજાભાઈ સાનીયા, કુલદીપભાઈ બોરીયા અને મેહુલભાઈ મકવાણા સામેલ હતા.



