તરણેતરનાં લોકમેળામાં તા.૨૬ થી ૨૮ ઓગસ્ટ દરમ્યાન “૨૦માં ગ્રામીણ ઓલિમ્પિક”નું ભવ્ય આયોજન

0
ત્રણ દિવસ સુધી યોજાનાર જુદીજુદી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તા. તા.૨૦/૦૮/૨૦૨૫ સુધી ફોર્મ ભરી શકાશે: ગ્રામીણ ઓલિમ્પિકમાં વિવિધ રમતોમાં રાજ્યના રમતવીરો ભાગ લઈ શકશે
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી, જિ-સુરેન્દ્રનગર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં તરણેતર, તા. થાનગઢ જિ-સુરેન્દ્રનગર ખાતે યોજાનાર લોકમેળામાં તા.૨૬ થી તા.૨૮ ઓગસ્ટ ૨૦૨૫ એમ ત્રણ દિવસ દરમિયાન “૨૦મી ગ્રામીણ ઓલિમ્પિક”નું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. 
આ ગ્રામીણ ઓલિમ્પિકમાં પ્રથમ દિવસે એટલે કે તા. ૨૬-૦૮-૨૦૨૫ના રોજ ૧૬ વર્ષ સુધીના ભાઈઓ તથા બહેનો માટે ૧૦૦ મી.દોડ, ૨૦૦ મી.દોડ, ૮૦૦ મી.દોડ, લાંબીકુદની રમતો યોજાશે. જયારે ઓપન કેટેગરીના ભાઈઓ તથા બહેનો માટે ૧૦૦ મી.દોડ, ૪૦૦ મી. દોડ, ૮૦૦ મી. દોડ, ગોળાફેંક, લાંબી કુદ, ૪ x ૧૦૦ મી.રીલે દોડ તેમજ ૧૨ વર્ષના બાળકો માટે લંગડી (૯ ખેલાડીઓ)ની સ્પર્ધા યોજાશે.
બીજા દિવસે એટલે કે તા. ૨૭/૦૮/૨૦૨૫ના રોજ ઓપન કેટેગરીના બહેનો માટે માટલા દોડ હરીફાઇ (૫૦ મી.અંતર), વોલીબોલ (૧૦ ખેલાડીની ટીમ), કબડ્ડી (૧૦ ખેલાડીઓની ટીમ)ની રમતો યોજાશે. જયારે ભાઈઓ માટે નારીયેળ ફેંક, વોલીબોલ (૧૦ ખેલાડીની ટીમ), કબડ્ડી (૧૦ ખેલાડીઓની ટીમ), સ્ટ્રોન્ગેસ્ટમેન, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ, સાતોડી (નારગોલ)ની સ્પર્ધા યોજાશે. 
ત્રીજા દિવસે એટલે કે તા. ૨૮-૦૮-૨૦૨૫ના રોજ ૧૬ વર્ષ સુધીના બહેનો માટે દોરડાકુદ (રોપ સ્કીંપીંગ) તેમજ ઓપન કેટેગરીમાં ભાઈઓ માટે કુસ્તી (૪૫ થી ૫૫ ક્રિગ્રા, ૫૫ થી ૬૮ ક્રિગ્રા અને ૬૮ ક્રિ.ગ્રા ઉપરના વજન માટે, રસ્સાખેંચ (૧૦ ખેલાડીની ટીમ)ની સ્પર્ધા યોજાશે.
ગ્રામીણ ઓલિમ્પિકમાં ઉપરોક્ત વિવિધ રમતોમાં રાજ્યના રમતવીરો ભાગ લઈ શકશે. જુદીજુદી સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છુક ભાઇઓ, બહેનોએ તા.૨૦.૦૮.૨૦૨૫ સુધીમાં એન્ટ્રીફોર્મ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, કૃષ્ણનગર સામે, મીલ રોડ, મું.લીંબડી જી-સુરેન્દ્રનગર -૩૬૩૪૨૧ ખાતેથી મેળવી લેવાનાં રહેશે. મો.નં ૯૭૨૩૨૯૨૨૭૧ ઉપર વધુ વિગતો તથા ફોર્મ મેળવી શકાશે. ૧૨ અને ૧૬ વર્ષથી નાની વયના શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ પોતાની શાળાના આચાર્યના સહી-સિક્કા કરાવીને એન્ટ્રી ફોર્મ મોકલી આપવાનું રહેશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top