હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ”રાષ્ટ્ર પ્રત્યેની ભાવના રજૂ કરતી આ યાત્રામાં શહેરના નાગરિકોને મોટી સંખ્યામાં જોડાવવા જિલ્લા વહિવટી તંત્રનું આહવાન
હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની થીમ હેઠળ “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર વહીવટી તંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે પ્રભારીમંત્રી મુળુભાઈ બેરાનાં અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર શહેરમાં સવારે ૦૮:૩૦ કલાકે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદ સભ્ય શ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય સર્વે શ્રી કિરીટસિંહ રાણા, શામજીભાઈ ચૌહાણ, પી.કે.પરમાર, શ્રી પ્રકાશ વરમોરા ઉપસ્થિત રહેશે.
આ તિરંગા યાત્રા જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈને ટાગોરબાગ ગેટ, જેલ ચોક, અજરામર ટાવર, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ગેટ, કલેકટર કચેરી ગેટ, જિલ્લા કોર્ટ થઈને જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરત ફરશે. રાષ્ટ્ર પ્રત્યેની ભાવના રજૂ કરતી આ યાત્રામાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આહવાન કરાયું છે.


