ચોટીલા, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને ચોટીલા અને થાનગઢ તાલુકાઓની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ, ઈ-ધરા અમલીકરણ બેઠક અને પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને બિનસરકારી સભ્યો હાજર રહ્યા હતા.
ફરિયાદ નિવારણ બેઠકમાં ચર્ચામા ભારતીય સ્ટેટ બેંક, ચોટીલા નજીક ટ્રાફિક સમસ્યા, રાજાવાડ પુલની બંને બાજુ માટી નાખવાનો પ્રશ્ન, આણંદપુર રોડની બંને બાજુ બાવળ કાપવા અંગેનો પ્રશ્ન, મેવાસા ગામે એસ.ટી. બસ સેવા શરૂ કરવા અંગે, જર્જરિત આંગણવાડી અને શાળાઓની યાદી તૈયાર કરવી, ભોજપરા ગામમાં સતત વીજળી પુરવઠો ન રહેવા અંગે, ચાણપા ગામે પાણી પુરવઠા ટાંકીની સફાઈ અંગે, મેવાસા ગામે સાપના ઉપદ્રવ અંગે, ચાદ્રેલિયા અને અન્ય બે ગામોમાં વીજળી કટ થવાનો સહીતના પ્રશ્ન થયેલા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
જ્યારે ઈ-ધરા કેન્દ્રમાં દાખલ થતા હુકમી નોંધનો 15 દિવસમાં નિકાલ કરવો, વેચાણ, વારસાઈ જેવી નોંધો 55 દિવસથી વધુ સમય માટે પડતર ન રહે તેની તકેદારી રાખવી, રેકર્ડ વર્ગીકરણ સમયમર્યાદામાં પૂર્ણ કરવું, વર્ષ 2012 થી 2016 વચ્ચેની બાકી નોંધોનું સ્કેનિંગ અને ચકાસણી ઝડપથી પૂર્ણ કરવી, બિનજરૂરી નોંધો નામંજૂર ન થાય તેનું ધ્યાન રાખવું, બેંકો દ્વારા બોજા નોંધ દાખલ કરતી વખતે ખોટા સર્વે નંબર સિલેક્ટ ન થાય તે માટે તાકીદ કરી, આગામી તહેવારોને ધ્યાનમાં રાખી પુરવઠાનો જથ્થો સમયસર વિતરણ કરવો, પુરવઠામાં ચાલતી e-KYC ની કામગીરી સત્વરે પૂર્ણ કરવી, ગોડાઉનથી દુકાનો સુધીનો જથ્થો સમયસર પહોંચાડવા ગોડાઉન મેનેજરને સૂચના ઈ-ધરા અને પુરવઠા સમિતિની બેઠકમાં નાયબ કલેક્ટર મકવાણાએ ઈ-ધરા અને પુરવઠા સંબંધિત નીચે મુજબની મહત્વની સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર, તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.



