સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને ઇનરવ્હીલ ક્લબ ઓફ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત રોટરી હોલ, એન. ટી. એમ. ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને તેમની સર્જનાત્મકતા અને દેશભક્તિની ભાવના દર્શાવવાની તક આપવાના હેતુસર ચિત્ર સ્પર્ધા, દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવ વિશે વિચારો વ્યક્ત કરવા વક્તૃત્વ સ્પર્ધા પણ યોજાઈ હતી. તેમજ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
વધુમાં તિરંગા યાત્રા એટલે કે, રાષ્ટ્રધ્વજનું સન્માન કરતી એક ખાસ યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ યુવા પેઢીમાં રાષ્ટ્રભક્તિની ભાવના જગાવવા અને તેમને દેશના ગૌરવશાળી ઇતિહાસથી પરિચિત કરાવવાનો હતો.




