લખતર રાઉન્ડના ફોરેસ્ટર દાનુભા ગોહિલને ભાવભીની વિદાય:હુલદાન ટાપરીયાનું ફોરેસ્ટર તરીકે સન્માન

0
દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતમાં જંગલ સંવર્ધનમાં નોંધપાત્ર યોગદાન: ફોરેસ્ટર દાનુભા ગોહિલને વિદાય, મેહુલદાન ટાપરીયાનું પ્રમોશન
મુળી: તા. ૦૭/૦૮/૨૦૨૫ ના રોજ મુળી તાલુકાના વિઠલગઢ ગામે આવેલા સાતતાડી મેલડી માતાજી ધામ ખાતે એક સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિઠલગામ અને ગાગડ ગામના આગેવાનો તેમજ લખતર રાઉન્ડના વનવિભાગના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બે મહત્વપૂર્ણ ઘટનાઓ નિમિત્તે યોજવામાં આવ્યો હતો.
લખતર રાઉન્ડમાં છેલ્લા પાંચ વર્ષથી ફોરેસ્ટર તરીકે સેવા આપતા શ્રી દાનુભા બી. ગોહિલની બદલી ગઢડા રાઉન્ડમાં થતાં તેમને વિદાય આપવામાં આવી હતી. ગામના આગેવાનો અને સ્ટાફે તેમની ઉત્કૃષ્ટ કારકિર્દી દરમિયાન જંગલ સંરક્ષણ અને વન્યજીવનના રક્ષણ માટેના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. બધાએ એકમતથી જણાવ્યું હતું કે તેમણે પોતાની ફરજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. આ સમારંભ દરમિયાન શ્રી દાનુભાને ભેટ અને શાલ ઓઢાડીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
આ સાથે જ મેહુલદાન ટાપરીયાને લખતર રાઉન્ડમાં વનરક્ષક તરીકેની ફરજમાંથી ફોરેસ્ટર તરીકે પ્રમોશન મળતાં નવનિયુક્ત પદ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટાફ તેમજ ગ્રામજનોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી અને ભવિષ્યમાં વધુ સફળતા મળે તે માટે આશીર્વાદ આપ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સ્નેહ અને સન્માનભાવથી ભરપૂર રહ્યો હતો, જેમાં વન વિભાગના સ્ટાફ અને સ્થાનિક આગેવાનો વચ્ચેના મજબૂત સંબંધો જોવા મળ્યા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top