મેડલ વિનર ખેલાડીઓને શિષ્યવૃતિ રૂ.૨૫૦૦ અને રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓને વૃતિકા રૂ.૨૦૦૦આપવામાં આવશે
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત એસ.જી.એફ.આઇ દ્વારા યોજાતી રાષ્ટ્રીય કક્ષાની રમતોમાં વિજેતા અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને વૃતિકા આપવામાં આવે છે.
રાષ્ટ્રીયકક્ષાની રમતોમાં દર વર્ષે મેડલ વિનર ખેલાડીઓને શિષ્યવૃતિ રૂ.૨૫૦૦ અને રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓને વૃતિકા રૂ.૨૦૦૦ આપવામાં આવે છે. આ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાની રમતોમાં વિજેતા અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓએ શિષ્યવૃત્તિ અને વૃતિકાનો લાભ લેવા માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઇટ www.sportsauthority.gujarat.gov.in પર જઈ તા.૩૧/૧૦/૨૦૨૫ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ અંગે વધુ જાણકારી મેળવવા માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, કૃષ્ણાનગર સામે, મીલ રોડ, લીંબડીનો સંપર્ક કરવા જિલ્લા રમતગમત અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

