ગેરકાયદે ખનન માફિયા બેફામ: થાનગઢમાં મામલતદારની ટીમ પર હુમલો, નાયબ કલેક્ટરની આગેવાનીમાં આરોપીઓના બાંધકામો ધ્વસ્ત

0

થાનગઢ મામલતદાર કચેરીની ટીમે ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ અટકાવવા માટે દરોડો પાડતાં ટીમને ગંભીર હુમલાનો સામનો ગત તા.૧૫/૧૨/૨૦૨૫ ની મોડી રાત્રે કરવો પડ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ ગેરકાયદે ખનન કરી રહેલા ત્રણ મુખ્ય આરોપીઓ અને તેમના અન્ય સાગરિકોએ સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી. હુમલો કરનાર આરોપીઓમાં (૧) ભરત રમેશ અલગોતર, (૨) જયપાલ રમેશ અલગોતર, અને (૩) રવિ ઉગા પરમાર (તમામ રહે. થાનગઢ) નો સમાવેશ થાય છે. આ ઇસમોએ મામલતદાર કચેરીની ટીમ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હતી અને ગેરકાયદે ખનનમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો લઈને ફરાર થઈ ગયા હતા.
ત્યારે ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરી આ ગંભીર ઘટના બાદ તંત્ર દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નાયબ કલેક્ટર ચોટીલા, એચ. ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક અસરથી સંયુક્ત ટીમની રચના કરવામાં આવી છે. મામલતદાર થાનગઢ, મામલતદાર ચોટીલા અને મામલતદાર મુળીની સંયુક્ત ટીમે હુમલાખોર ઇસમો દ્વારા કરવામાં આવેલા તમામ ગેરકાયદેસર અને પરવાનગી વગરના બાંધકામોને દૂર કરવાની કામગીરી હાથ ધરી છે.
આ કામગીરીના ભાગરૂપે આરોપીઓ પૈકીના એકના 'વ્રજ ફાર્મ' ને તોડી પાડવામા આવ્યુ છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ કાર્યવાહી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને સરકારી કર્મચારીઓ પર હુમલો કરનારા તત્ત્વો સામે તંત્રની કડક નીતિનો સંકેત આપે છે.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top