મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગુરદીપસિંઘે ગાંધીનગર ખાતે આજે સૌજન્ય મુલાકાત

0
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગુરદીપસિંઘે ગાંધીનગર ખાતે આજે સૌજન્ય મુલાકાત લીધી હતી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમા ગુજરાત રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર રાજ્ય છે તે સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકમાં NTPCના ચેરમેનશ્રીએ રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, ન્યુકિલિયર અને પમ્પ્ડ સ્ટોરેજ સહિતના ક્ષેત્રે NTPC અને ગુજરાત વચ્ચે પરસ્પર હિતના પ્રોજેક્ટ્સમાં રહેલી સહયોગની તકો વિસ્તારવા અંગે ચર્ચા પરામર્શ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી સાથેની આ મુલાકાતમાં NTPCની સબસિડિયરી NTPC ગ્રીન એનર્જી લીમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી સરિત મહેશ્વર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top