જસાપર ખાતે "સાંસદ ખેલ મહોત્સવ 2025"નો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક સંપન્ન

0
જસાપર: તા. 27 સપ્ટેમ્બર 2025ના રોજ જસાપર ખાતે "સાંસદ ખેલ મહોત્સવ 2025"ના પ્રથમ તબક્કાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શાળા, ગ્રામ્ય અને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓમાં ખેલ ભાવનાને પ્રોત્સાહિત કરવાનો હતો. આ મહોત્સવનું આયોજન શ્રી પે. સેન્ટર શાળા (પ્રાથમિક વિભાગ), શ્રી ઉચ્ચ પ્રાથમિક શાળા, અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે થયું હતું.
આ પ્રસંગે ગામના આગેવાનો, સન્માનનીય સરપંચ શ્રી રામસંગભાઈ પરાલિયા તથા માજી સરપંચ શ્રી ગણેશભાઈ ડાભી, આગેવાન શ્રી અંબારામભાઈ ઈંગરોડિયા સહિત અન્ય મહાનુભાવોએ પોતાની ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભા વધારી હતી.
શાળાના આચાર્યો - શ્રી પલાણિયા સાહેબ (માધ્યમિક શાળા), શ્રીમતી સુ.હુ.ગાર્ડી ઉતર બુનિયાદી વિદ્યાાલય, પેસેન્ટર શાળા ના આચાર્ય શ્રી અશોકસિંહ ચાંચુ સાહેબ અને શ્રી મીર સાહેબ (ઉચ્ચ પ્રાથમિક શાળા)ના નેતૃત્વ હેઠળ આ સ્પર્ધાઓનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાઓમાં કબડ્ડી, ખો-ખો, યોગાસન અને 100 મીટરની દોડ જેવી વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ અદ્ભુત ઉત્સાહ અને પ્રતિભાનો પરિચય આપ્યો હતો. આ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે, જેઓ હવે આગામી તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં પોતાની શાળાનું પ્રતિનિધિત્વ કરશે.
આ ખેલોત્સવે વિદ્યાર્થીઓને માત્ર રમતગમતમાં ભાગ લેવા માટે જ નહીં, પરંતુ ખેલ સંસ્કૃતિ, આયોજકતા અને સ્વસ્થ સ્પર્ધાત્મકતાના ગુણો વિકસાવવા માટે એક ઉત્તમ મંચ પૂરો પાડ્યો હતો. આ આયોજનને કારણે સ્થાનિક સ્તરે રમતગમતની પ્રવૃત્તિઓને નવી ગતિ મળી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top