મહાનગરપાલિકાના ઇલેક્ટ્રીક વિભાગની ઉત્કૃષ્ટ કામગીરી: ઓગસ્ટમાં 3850થી વધુ ફરિયાદોનું ઝડપી નિવારણ

0
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઇલેક્ટ્રીક વિભાગે નાગરિકોની સુવિધા માટે અસરકારક અને પ્રશંસનીય પગલાં લઈને ઓગસ્ટ મહિનામાં રેકોર્ડબ્રેક કામગીરી હાંસલ કરી છે. વિભાગે આ મહિના દરમિયાન 3850થી વધુ ઇલેક્ટ્રીક સંબંધિત ફરિયાદોનું સફળતાપૂર્વક નિવારણ કર્યું છે, જે તેમની કાર્યક્ષમતા, સમર્પણ અને નાગરિકો પ્રત્યેની જવાબદારીનું પ્રતીક છે.
ઓગસ્ટ મહિનામાં મહાનગરપાલિકાના ફરિયાદ નિવારણ કેન્દ્રમાં નોંધાયેલી કુલ 1155 અને "અવર સુરેન્દ્રનગર" એપ્લિકેશનના માધ્યમથી મળેલ કુલ 212 ફરિયાદો મળીને કુલ 1367 નવી ફરિયાદોની નોંધાઈ હતી. આ ઉપરાંત, ટેકનિકલ કારણોસર અગાઉ પેન્ડિંગ રહેલી 2400થી વધુ ફરિયાદોને ધ્યાનમાં લઈને ઈલેક્ટ્રીક વિભાગે કુલ 3850થી વધુ ફરિયાદોનું ઝડપી અને સંપૂર્ણ નિવારણ કર્યું છે. આ સિદ્ધિ વિભાગની ટીમના અથાક પ્રયાસો અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગનું પરિણામ છે.
આ પ્રયાસોનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને અંધારામાં તકલીફ ન પડે અને જનસુવિધામાં વધારો થાય તે સુનિશ્ચિત કરવાનો હતો. "અવર સુરેન્દ્રનગર" એપ્લિકેશન અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ફરિયાદોની ઝડપી નોંધણી અને નિવારણ શક્ય બન્યું છે. આ પ્રશંસનીય કામગીરીએ શહેરના વિકાસ અને નાગરિકોની સુખાકારીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નાગરિકોને અપીલ કરે છે કે, ઇલેક્ટ્રીક સંબંધિત કોઈપણ સમસ્યા માટે ફરિયાદ નિવારણ કેન્દ્ર અથવા "અવર સુરેન્દ્રનગર" એપ્લિકેશનનો ઉપયોગ કરીને તાત્કાલિક નોંધણી કરાવો, જેથી સમસ્યાનું ઝડપી નિવારણ થઈ શકે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top