મુળી તાલુકાના ગઢાદ ગામે કિસાન અધિકાર યાત્રાનું ભવ્ય સ્વાગત: ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા પ્રયાસ

0

મુળી: (સૌરાષ્ટ્ર) સુરેન્દ્રનગર જિલ્લા એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ યશપાલસિંહ પરમારના નેતૃત્વ હેઠળ મુળી તાલુકાના ગઢાદ ગામે તા. ૧૫ સપ્ટેમ્બરના રોજ સાંજે 'કિસાન અધિકાર યાત્રા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત ૩૦૦ થી વધુ ગ્રામજનોએ ઢોલ-નગારાં સાથે કર્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો, પશુપાલકો અને ગરીબ વર્ગના પ્રશ્નોને ઉજાગર કરવાનો હતો.
આ કાર્યક્રમમાં ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, કોંગ્રેસના નેતાઓ શકીલ પીરજાદા, ધર્મેન્દ્રસિંહ પરમાર, વિક્રમભાઈ રબારી, નરેન્દ્રસિંહ પરમાર, પદુભા પરમાર, મથુરભાઈ ગોહેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ ખેડૂતોના હક્ક, પાણીની અછત, પાકના યોગ્ય ભાવ અને પશુપાલકોના પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. ગ્રામજનોએ પણ પોતાના વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ રજૂ કરી યોગ્ય અને તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી હતી.
યાત્રાના સમાપન સમયે, યશપાલસિંહ પરમારે આયોજનને સફળ બનાવવા બદલ દરેકનો આભાર માન્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ યાત્રા ખેડૂતોના હક માટે સંઘર્ષની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ યાત્રા થકી ગ્રામીણ વિસ્તારોની સમસ્યાઓને ઉજાગર કરીને ખેડૂતોના અવાજને મજબૂત બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.(એશા પારેખ)

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top