સુરેન્દ્રનગર ખાતે અંદાજિત ૪ કરોડના ખર્ચે નિર્મિત આધુનિક સરકારી પુસ્તકાલયના સ્ટડી રૂમનું જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ

0
સરકારી પુસ્તકાલયો આધુનિક સુવિધાઓથી થઈ રહ્યા છે સુસજ્જ : સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે આ લાયબ્રેરી ખૂબ જ ઉપયોગી નીવડશે:મંત્રી શ્રી મુળુભાઈ બેરા
સુરેન્દ્રનગર શહેરના મધ્યમાં આવેલા સરકારી પુસ્તકાલયમાં અદ્યતન સુવિધાઓ સાથેના સ્ટડી રૂમનું લોકાર્પણ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પુસ્તકાલયના નવીનીકરણ પાછળ અંદાજિત રૂ. ૪ કરોડનો ખર્ચ થયો છે, જેમાં રૂ. ૧ કરોડના ખર્ચે અત્યાધુનિક ઈ-સ્માર્ટ લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે.
આ પ્રસંગે મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, સરકારી પુસ્તકાલયો આધુનિક સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવી રહ્યા છે. આ પુસ્તકાલય ૧૯૫૮માં સ્થાપિત થયું હતું અને હવે તે આધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ થયું છે, જેનો લાભ વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને વાચકો લઈ શકશે. ૨૩૦ જેટલા વિદ્યાર્થીઓ એકસાથે બેસીને વાંચી શકે તેવો સ્ટડી રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આ પુસ્તકાલયમાં ૫૫,૩૩૬ કરતાં વધુ પુસ્તકો ઉપલબ્ધ છે અને તેની સભ્ય સંખ્યા ૩૭૫૬ જેટલી છે, જેમાં ૧૨૪ બાળકો, ૧૨૧૩ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આધુનિક સુવિધાઓથી સજ્જ નવીનીકરણ પામેલા આ પુસ્તકાલયમાં ૪૦૦ ચોરસ મીટરનો વિશાળ રીડિંગ હોલ અને ઈ-સ્માર્ટ લાઇબ્રેરીનો સમાવેશ થાય છે. ઈ-સ્માર્ટ લાઇબ્રેરીમાં વાચકો માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં સીસીટીવી કેમેરા, ઈ-કોર્નર અને વાઇ-ફાઇ, એસી રૂમ અને કોન્ફરન્સ કોલ સુવિધા, અખબારો અને વિવિધ સામયિકો પણ વાચકમિત્રોને મળી રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે આ લાયબ્રેરી ખૂબ જ ઉપયોગી નીવડશે. માતા પિતા ઉપર પણ કોઈ ખર્ચનો ભાર નહીં રહે. આ તકે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 
આ કાર્યક્રમમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ધ્રાંગધ્રા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, દસાડા ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર, અગ્રણીશ્રી વર્ષાબેન દોશી, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતનાં પદાધિકારીશ્રીઓ, જિલ્લા કલેકટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. યાજ્ઞિક, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી અર્જુન ચાવડા સહિત સંબધિત વિભાગના અધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top