સુરેન્દ્રનગરના જિલ્લા ગ્રામ્યમાં શુક્રવારે ઈદ-એ-મીલાદ પર્વની ઉજવણી કરાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરની વીવીધ મસ્જીદ ખાતેથી ઝુલુસૂનું આયોજન કરાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. મુસ્લીમ સમાજના ધર્મગુરૂ મહોમ્મદ પયગંબરના જન્મ દિવસને દર વર્ષે ઈદ-એ-મિલાદ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે તા. 5મીને શુક્રવારે સમગ્ર દેશ અને રાજય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઈદ-એ-મીલાદની ઉજવણી કરાઈ હતી.
ઇદ-એ-મિલાદ ઉન નબી ઇસ્લામના અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે, મુળી તાલુકાના સરા ગામે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તહેવાર, જે 'બારાવફાત' તરીકે પણ ઓળખાય છે, રબીઉલ અવ્વલ મહિનાની 12મી તારીખે ઉજવવામાં આવે છે. જુલૂસમાં નાનાં બાળકોથી લઈને વડીલો સુધી સૌ ઉત્સાહભેર જોડાયા હતા. પયગંબરની શાનમાં નાત-શરીફ અને દુઆ પઢતા લોકો આલમ પકડતા સમગ્ર ગામમાં શાંતિપૂર્ણ રીતે ફર્યા હતા. આ પ્રસંગે સહભાગીઓએ પયગંબર સાહેબના કરુણા, ભાઈચારો અને સત્યના સંદેશને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી.



