સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, ખરીફ વર્ષ 2025-26માં ટેકાના ભાવે (MSP) કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો માટે "કપાસ ખેડૂત મોબાઇલ એપ" પર નોંધણી કરાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. આ નોંધણી પ્રક્રિયા પ્રારંભમાં તા.૦૧/૦૯/૨૦૨૫ થી તા. ૩૦/૦૯/૨૦૨૫ સુધી ખુલ્લી રાખવામાં આવી હતી. જોકે, કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા આ નોંધણીની સમયમર્યાદા હવે 31 ઑક્ટોબર, 2025 સુધી લંબાવવામાં આવી છે.
ખેડૂત મિત્રોને અનુરોધ છે કે, તેઓ શક્ય તેટલી વહેલી તકે "કપાસ ખેડૂત મોબાઇલ એપ" પર પોતાનું નામ નોંધાવે, જેથી કરીને તેઓ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા નિર્ધારિત ટેકાના ભાવે (MSP) પોતાનો કપાસ વેચી શકે અને આ યોજનાનો મહત્તમ લાભ મેળવી શકે એમ વધુમાં યાદીમાં જણાવ્યું છે.


