ગુજરાતમાં પોષણ માસની સઘન ઉજવણી, સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓ માટે આરોગ્ય અને પોષણલક્ષી પહેલ

0
સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી અને સાયલા તાલુકામાં પોષણમાહની ઉજવણી:સેતુ સંસ્થા દ્વારા ખારાઘોડા આંગણવાડી કેન્દ્રમાં પોષણ કીટ અને સેનેટરી પેડ્સનું વિતરણ 
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સંકલિત આરોગ્ય અને પોષણલક્ષી પહેલના ભાગરૂપે મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજરોજ પાટડી તાલુકાના ખારાઘોડા સ્થિત આંગણવાડી કેન્દ્રો ખાતે સેતુ સંસ્થા દ્વારા વિશેષ યોગદાન પૂરું પાડવામાં આવ્યું હતું. સંસ્થા તરફથી સગર્ભા લાભાર્થીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કિશોરીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને સેનેટરી પેડ્સનું પણ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોગ્રામ ઑફિસર શ્રી ભાવનાબેન જીડીયા દ્વારા પોષણના મહત્વ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
બીજી તરફ, સાયલા ઘટક હેઠળના આંગણવાડી કેન્દ્રોએ મમતા દિવસની સાથે પોષણ માસની સઘન ઉજવણી કરાઈ હતી. ઝીરોથી છ માસના બાળકની માતાઓને સ્તનપાનના મહત્વ અંગે જરૂરી સલાહસૂચનો આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન, આશા વર્કર અને નર્સ બહેનોના સંયુક્ત પ્રયાસોથી બાળકોનું વજન અને ઊંચાઈ પણ માપવામાં આવી હતી.
પોષણ અને બાળ વિકાસની સમજ આપવાના ભાગરૂપે, છ માસથી ઉપરના બાળકોની માતાઓને ત્રણ વખત નિયમિત આહારની સાથે સાથે ઉપરી આહાર (ઘન આહાર) આપવાની પદ્ધતિ વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. સગર્ભા અને ધાત્રી માતાઓને પણ તેમના શારીરિક સ્વાસ્થ્યને અનુરૂપ ખોરાક સંબંધિત આવશ્યક સલાહસૂચનો આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, ઘટક કક્ષાએ આંગણવાડી મુલાકાત દરમિયાન, કાર્યકર બહેનોને પોષણ સંગમ એપ વિશે વિગતવાર સમજણ આપીને ટેકનોલોજીના માધ્યમથી પોષણ અભિયાનને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂક્યો હતો.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top