ચોટીલા માં નવદુર્ગાના આરાધના પર્વ એવા નવરાત્રી શક્તિ પર્વની ઉજવણીના આયોજન માટે ગત તા.૨૯/૦૯/૨૦૨૫ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે નાયબ કલેકટર ચોટીલા એચ.ટી. મકવાણાનાઓની અધ્યક્ષતામાં નાયબ કલેકટર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં તા.૦૧/૧૦/૨૦૨૫ના રોજ રાત્રીના ૦૮:૦૦ કલાકે ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના તળેટી પાર્કિંગ ખાતે નવરાત્રી શક્તિ પર્વની ઉજવણી થનાર છે. આ ભવ્ય પર્વના સુચારૂ આયોજન અને વ્યવસ્થાપન માટે આ બેઠક યોજવામાં આવી હતી.
ત્યારે આ બેઠકમાં રમતગમત અધિકારી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, સુરેન્દ્રનગર, મામલતદાર ચોટીલા, પોલીસ ઇન્સ્પેકટરશ્રી ચોટીલા, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ચોટીલા, તાલુકા વિકાસ અધિકારી ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણાએ તમામ અધિકારીઓને તેમની સંબંધિત જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપી નવરાત્રી પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય સેવાઓ અને સલામતી જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં પર્વની ઉજવણીને સફળ બનાવવા માટે તમામ વિભાગો વચ્ચે સંકલન સાધવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.



