મોકૂફ: કમોસમી વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત:પરંપરા જાળવવા સાધુ-સંતો કરશે પ્રતીકાત્મક પરિક્રમા

0
જુનાગઢ:કમોસમી વરસાદ અને પ્રતિકૂળ હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે યોજાનારી ગિરનારની લીલી પરિક્રમા- ૨૦૨૫ ને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાણકારી જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ આપી હતી.
પરંપરા જાળવવા પ્રતીકાત્મક પરિક્રમા જોકે,
હજારો વર્ષો જૂની આ પવિત્ર પરંપરા જળવાઈ રહે તે માટે એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. સાધુ-સંતોને સાથે રાખીને પ્રતીકાત્મક સ્વરૂપે ગિરનાર લીલી પરિક્રમા કરવામાં આવશે. આ નિર્ણય ધાર્મિક આસ્થાનું સંપૂર્ણ સન્માન કરીને લેવાયો છે.
આ નિર્ણય લેતા પહેલાં સાધુ-સંતો, સાંસદ, ધારાસભ્ય, અન્નક્ષેત્રના પ્રતિનિધિઓ અને અધિકારીઓ દ્વારા પરિક્રમાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ બાદ ધાર્મિક આસ્થાનું સંપૂર્ણ સન્માન જળવાઈ રહે અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, પ્રતીક સ્વરૂપે પરિક્રમા યોજવા પર સર્વ સંમતિ સાધવામાં આવી હતી.
પ્રતીકાત્મક પરિક્રમા દરમિયાન કોઈ

અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પ્રતીકાત્મક પરિક્રમામાં SDRFની ટીમ, હેલ્થ ટીમ, પોલીસ અને વન વિભાગના અધિકારીઓ પણ સાથે રહેશે જેથી સુરક્ષા અને આરોગ્યની પૂરતી કાળજી લઈ શકાય.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top