ચોટીલા, સત્યજીવન સાર્વેજનીક હોસ્પીટલ ચોટીલાને ચલાવનાર રાજેશ જી. ગોજીયા તથા શેઠ દી૫ચંદ ગોપાલજી સાર્વજનિક ટ્ર્રસ્ટ હોસ્પીટલ થાનગઢને ચલાવનાર સુભાષભાઇ રમણીકલાલ શાહ વાળા બંને વ્યક્તિઓ સામે નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણાએ સમન્સ ઝારી કર્યા હતા.
આ બનાવની વિગત મુજબ ગત તા.૧૫/૦૯/૨૦૨૫ ના રોજ સત્યજીવન સાર્વેજનીક હોસ્પીટલ ચોટીલાની તથા તા. ૧૬/૦૯/૨૦૨૫ ના રોજ શેઠ દી૫ચંદ ગોપાલજી સાર્વજનિક ટ્ર્રસ્ટ હોસ્પીટલ થાનગઢ નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણાએ આકસ્મિક તપાસણી કરી અનેક ક્ષતિઓ જણાતા સોનોગ્રાફી મશીન સીલ મારવામાં આવેલ હતુ. જે અન્વયે વઘુ તપાસ હાથ ઘરવા તા.૦૧/૧૧/૨૦૨૫ના રોજ નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણાએ સત્યજીવન સાર્વેજનીક હોસ્પીટલ ચલાવનાર રાજેશ જી. ગોજીયા તથા શેઠ દી૫ચંદ ગોપાલજી સાર્વજનિક ટ્ર્રસ્ટ હોસ્પીટલ થાનગઢ ચલાવનાર સુભાષભાઇ રમણીકલાલ શાહ વાળાના સમન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.


